જાહેર વિતરણ વ્યવસ્થા નું અસરકારક સંચાલન
Read FAQRegister Complaintઅન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન : ૧૮૦૦-૨૩૩-૫૫૦૦

ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના વેપારી (નિયમન) આદેશ-૧૯૭૭

ગુજરાત આવશ્યક ચીજવસ્તુ વેપારી ( નિયમન) હુકમ-૧૯૭૭ની મહત્વની જોગવાઈઓ

  • અધિનિયમ-૧૯૫૫ હેઠળ જાહેર કરેલ ચીજવસ્તુઓ કે જે પરવાના હેઠળ મિયંત્રિત કરેલ નથી તેવી ચીજવસ્તુઓના વેપાર ઉપર નિયમન રાખી શકાય તે માટે રાજ્ય સરકારે આ હુકમ બહાર પાડેલ છે.
  • આ હુકમની જોગવાઇઓ અનુસાર ધંધાના/વેપારના સ્થળે રોજે-રોજના આવશ્યક ચીજવસુઓનો ઉઘડતો જથ્થો તથા તેના ભાવ પ્રદર્શિત કરવા ફરજીયાત છે.
  • પ્રદર્શિત કરેલ ભાવથી વધુ ભાવે વેચાણ કરવું નહીં.
  • સટ્ટૉ ન કરવા કે હાજર હોય તેવી ચીજવસ્તુઓ વેચવાની ના પાડવી નહીં.
  • ગ્રાહકોને બે પ્રતમાં બિલ બનાવી બીલ આપવું( રૂ. ૧૦૦/- સુધી ગ્રાહક માંગે તો)ચીજવસ્તુના વેચાણ અંગે વેચાણબીલ આપવું.
  • આવશ્યક ચીજવસ્તુઓના ખરીદ-વેચાણ-બંધ જથ્થાના હિસાબો દર્શાવતું સ્ટોકપત્રક રાખવું.
  • આવશ્યક ચીજવસ્તુઓના વેપાર, સંગ્રહ, સ્ટોક જાળવણી, ભાવો અને તોલમાપ સબંધી જરૂરી આદેશો કરવાની સત્તા રાજ્ય સરકારને છે.
  • આ હુકમ હેઠળ વેપાર સંબંધી તપાસો કરવા સપ્લાય ઇન્સ્પેક્ટર, નાયબ મામલતદાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારીઓને સત્તાઓ એનાયત કરવામાં આવેલ છે.
ક્રમવિગતડાઉનલોડ
આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫PDF file that opens in a new window (1.21 MB)
મુખ્ય લિંક પર જાઓ