જાહેર વિતરણ વ્યવસ્થા નું અસરકારક સંચાલન
Read FAQRegister Complaintઅન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન : ૧૮૦૦-૨૩૩-૫૫૦૦

ગુજરાત આવશ્યક ચીજ વસ્તુઓ (પરવાના, નિયંત્રણ અને જથ્થા જાહેરાત) આદેશ-૧૯૮૧

ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ(પરવાના, નિયંત્રણ અને જથ્થા જાહેરાત) આદેશ-૧૯૮૧ ની મહત્વની જોગવાઇઓ

 • જીવન જરૂરી ચીજવસ્તુઓની સરળ ઉપલબ્ધિ થાય તથા ક્રુત્રિમ અછત કે ભાવ વધારો, સંગ્રાહખોરી કે કાળાબજાર અટકાવવા માટે પરવાનાની આવશ્યકતા જરૂરી જણાય તો કેન્દ્ર સરકારની મંજૂરી મેળવી તેવી ચીજવસ્તુઓની આ પરવાના આદેશ હેઠળ મુકી શકે છે.
 • હાલમાં કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, ક્રુડતેલ (એલ.ડી.ઓ.) તથા ખાંડના વેપાર કરવા માટે આ હુકમ અંતર્ગત પરવાનો ફરજીયાત છે.

  તા. ૨૦/૬/૦૯ થી ૨૫ ક્વિન્ટલથી વધુ ખાંડના વેપાર માટે પરવાનો લેવો ફરેજીયાત છે. તેમાં છૂટક પરવાનેદાર માટે ૨૦૦ ક્વિન્ટલની મર્યાદામાં અને જથ્થાબંધ પરવાના માટે ૨૦૦૦ ક્વિન્ટલની મર્યાદામાં જથ્થો રાખી શકે છે. ખરીદ કરેલ ખાંડના જથ્થાનો નિકાલ એક માસના સમયમાં કરવાનો હોય છે.
 • પરવાના અધિકારી તરીકે રાજ્યના તમામ મામલતદારશ્રીઓને સત્તાઓ એનાયત થયેલ છે.
 • આ હુકમ હેઠળ પાંચ વર્ષની અવધિ માટે પરવાનો આપવામાં આવે છે. તે પછીના સમય માટે રીન્યુ કરાવવાના રહે છે.
 • આ આદેશ હેઠળના પરવાનેદારે આવશ્યક ચીજવસ્તુઓના ઉઘડતા જથ્થા-વેચાણભા, કામકાજના કલાકોની વિગતોવાળું બોર્ડ પ્રદર્શિત કરવું.
 • આવશ્યક ચીજવસ્તુઓના ઉઘડતા જથ્થા-આવક-જાવક બંધ જથ્થાના હિસાબો દર્શાવતું સ્ટોક પત્રક નિભાવવું અને નિયત કરેલ મુદતી પત્રકો સંબંધિત અધિકારીને મોકલવા.
 • વેપારના સ્થળે અથવા પરવાનામાં દર્શાવેલ સંગ્રહ સ્થળ સિવાય અનઅધિક્રુત સ્થળે કોઇ જથ્થો રાખી શકે નહીં. જરૂર જણાય તેવા સંજોગોમાં સંબંધિત અધિકારીને ૯૬ કલાકમાં જાણ કરવી.
 • વેચાણબીલો, ગેટપાસ, બે પ્રતોમાં બનાવવાના હોય છે. જથ્થાની ખરીદી કે વેચાણ કરેલ જથ્થાના વહન વખતે વાહન સાથે બીલ ભરતિયું કે ડીલીવરી ચલન અવશ્ય રાખવા.
 • નિયત કરેલ કે પ્રદર્શિત કરેલ વેચાણભાવથી વધુ કિંમત આવશ્યક ચીજવસ્તુના જથ્થાનું વેચાણ ન કરવું.
 • આ આદેશની કોઇ જોગવાઇઓનું ઉલ્લંઘન ન થાય તે અંગે રાજ્ય સરકારશ્રીએ નિયુક્ત કરેલ અધિકારી/કર્મચારી પરવાનેદારની તપાસણી કરી શકે છે. તેમજ આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો કે વાહન કબજે લઇ શકે છે.
 • પરવાનેદારની તપાસણીમાં જણાયેલ ગેરરીતિઓ/ક્ષતિઓ સબબ પરવાનેદારનો પરવાનો મોકુફ રાખવો, રદ કરવો, ડીપોઝીટ રાજ્ય્સાત કરવી વેગેરે સત્તાઓ પરવાના અધિકારીશ્રી તરીકે મામલતદારશ્રી ઉપરાંત જીલ્લા પુરવઠા અધિકારીશ્રીને એનાયત થયેલ છે.

  ઉપર મુજબના હુકમથી જો પરવાનેદાર નારાજ થાય તો કલેક્ટરશ્રીને અપીલ કરી શકે છે અને ત્યારબાદ સરકારશ્રીમાં રીવીઝન અપીલ પણ કરી શકે છે.
 • કસૂરવાર પરવાનેદારશ્રીની તપાસ દરમ્યાન સરકારશ્રી તરફે આવશ્યક ચીજવસ્તુઓ જથ્થો પૂરેપૂરો કે તેનો અંશત: જથ્થો રાજ્યસાત કરવો, અગર તો મુક્ત કરવો તે અંગેની સત્તાઓ સંબંધિત કલેક્ટરશ્રીઓને એનાયત થયેલ હોવાથી જે તે કલેક્ટરશ્રી તેવા કેસોમાં નિકાલ કરી શકે છે અને તેઓના અધિકારો અન્ય અધિકારીશ્રીઓને તબદીલ કરેલ હોય તેવા કેસોમાં જીલ્લા પુરવઠા અધિકારીશ્રી કે તેના સમકક્ષ નાયબ કલેક્ટરશ્રીઓ કેસો ચલાવી શકે છે.
 • રાજ્યસાત કરતા હુકમથી નારાજ થયેલ પરવાનેદાર જીલ્લાની સેશન્સ કોર્ટમાં દિન-૩૦ માં અપીલ કરી શકે છે.
ક્રમવિગતડાઉનલોડ
ગુજરાત આવશ્યક ચીજવસ્તુ (લાઇસન્સ, નિયંત્રણ અને સ્ટોક જાહેરાત) હુકમ-૧૯૮૧PDF file that opens in a new window (4.78 MB)
મુખ્ય લિંક પર જાઓ