જાહેર વિતરણ વ્યવસ્થા નું અસરકારક સંચાલન
Read FAQRegister Complaintઅન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન : ૧૮૦૦-૨૩૩-૫૫૦૦

ગુજરાત આવશ્યક ચીજવસ્તુ (વાજબી દુકનોને લાયસન્સ આપવા બાબતનો) હુકમ-૨૦૦૪

ગુજરાત આવશ્યક ચીજવસ્તુ(વાજબી ભાવની દુકાનોને લાયસન્સ આપવા બાબતનો) હુકમ-૨૦૦૪ ની મહત્વની જોગવાઇઓ

 • જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા માટે અને તેની ઉપલબ્ધતા અને વિતરણ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના જાહેર વિતરણ વ્યવસ્થા(નિયંત્રણ) હુકમ-૨૦૦૧ અન્વયે આ આદેશ બહાર પાડવામાં આવેલ છે.
 • આવશ્યક ચીજવસ્તુઓનું જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવા અર્થે વાજબી ભાવની દુકાનનું લાયસન્સ, સંબંધિત જીલ્લા પુરવઠા અધિકારીશ્રી પાસેથી મેળવવાનું રહે છે અને દુકાનનું સંચાલન અન્ય કોઇને સોંપી શકશે નહીં એટલે કે લાયસન્સ બીન તબદીલી પાત્ર હોય છે. દુકાનદારે પોતાનો ૧.૫ ફુટ x ૧ ફુટનો ફોટો સરળતાથી જોઇ શકે તે રીતે દુકાનમાં લટકાવવાનો રહેશે તેમજ તેઓનું સંચાલક તરીકેનું ઓળખકાર્ડ મેળવી રાખવાનું રહે છે.
 • વાજબી ભાવની દુકાનનું લાયસન્સ ૫ વર્ષની અવધિ માટેનું હોય છે. ત્યારબાદ બીજા પાંચ વર્ષની મુદત માટે રીન્યુ કરવામાં આવે છે.
 • વાજબી ભાવના દુકાનના માલિકે તેની દુકાને જોડાયેલ રેશનકાર્ડધારકોને નિયત ભાવ અને પ્રમાણ મુજબ વિતરણ કરવાનું રહેશે.
 • દુકાનદારે આવશ્યક ચીજવસ્તુઓના દૈનિક ઉઘડતા જથ્થા, બંધ જથ્થો, ભા, પ્રમાણ, સમય યોજનાવાર જોડાયેલ કાર્ડ/જનસંખ્યા, તારીખની વિગતોવાળું બોર્ડ તથા એ.એ.વાય. , બી.પી.એલ., યોજનાના લાભાર્થીઓની યાદી પ્રદર્શિત કરવાની રહેશે.
 • આવશ્યક ચીજવસ્તુઓની આવક-જાવક સંબંધિત રજીસ્ટરો, યોજનાવાર કાર્ડ રજીસ્ટરો, સ્ટોકપત્રક, વેચાણ રજીસ્ટર, નોંધવહી, વિઝીટ બુક વગેરે વિગતોનું રેકર્ડ નિભાવવાનું રહેશે.
 • આવશ્યક ચીજવસ્તુઓના નમૂનાઓ તથા ફરિયાદ પેટી રાખવાની હોય છે.
 • અધિક્રુત દુકાનદાર કોઇપણ જાતના રેશનકાર્ડ પોતાના હસ્તક રાખી શકે નહીં.
 • આવશ્યક ચીજવસ્તુઓના માસ દરમ્યાન ખરેખર વિતરણ થયેલ અને બાકી રહેલ જથ્થાના હિસાબો મામલતદારશ્રીની સમક્ષ રજૂ કરવાના રહે છે.
 • સસ્તા અનાજના દુકાનદારે જે તે માસની પાંચમી તારીખે પી.ડી.એસ. ના જથ્થાની પરમીટ મેળવી તેઓને મળવાપાત્ર જથ્થાનો મોડામાં મોડા ૧૫ મી તારીખ સુધીમાં ઉપાડ કરી યોજનાવાર કાર્ડધારકોને મળવાપાત્ર જથ્થો નિયત કરાયેલ પ્રમાણ ભાવથી પૂરાં વજનમાં વેચાણબીલો આપીને સમયસર વિતરણ કરવાનો રહે છે.
 • સસ્તા અનાજના દુકાનદારોએ ૩ વ્યક્તિ સુધી ૫ લીટર અને ૪ કે તેથી વધુ વ્યક્તિના નોન ગેસ કાર્ડધારકોને ૧૦ લીટરના ધોરણે નિયત ભાવથી પુરાં માપથી, કાર્ડમાં નોંધ કરીને, વેચાણબીલ આપીને સમયસર વિતરણ કરવાનો રહે છે.
 • દુકાનદાર તરફથી કરવામાં આવતી ગેરરીતિના અનુસંધાનમાં સતાધિકારીએ કરેલ કેસના ગુણદોષ અન્વયે પરવાના અધિકારી તરીકે જીલ્લા પુરવઠા અધિકારીશ્રી દુકાનદારે મુકેલ ડીપોઝીટની પૂરેપૂરી રકમ કે તેનો અંશત: ભાગ રાજ્યસાત કરી શકે છે. પરવાનો મોકુફ તથા રદ કરી શકે છે.
 • જીલ્લા પુરવઠા અધિકારીશ્રીએ કરેલ શિક્ષાત્મક હુકમથી વ્યાજબી ભાવના દુકાનદાર નારાજ થાય તો કલેક્ટરશ્રીને અને ત્યારબાદ રાજ્ય સરકારમાં અપીલ કરી શકે છે.

વધારે જાણવા અહી ક્લીક કરો બાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

મુખ્ય લિંક પર જાઓ