જાહેર વિતરણ વ્યવસ્થા નું અસરકારક સંચાલન
Read FAQRegister Complaintઅન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન : ૧૮૦૦-૨૩૩-૫૫૦૦

વાજબી ભાવની દુકાન (એફ.પી.એસ)

ગ્રાહક માટે

વાજબી ભાવની દુકાન માથી મને શું મળી શકે છે.?

રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને તેમનું માન્ય રેશનકાર્ડ જે વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ હોય તે દુકાન પરથી રેશનકાર્ડની કેટેગરી પ્રમાણે મળશે. વધુમાં ચાલુ માસ દરમ્યાન મળવા પાત્ર આવશ્યયક ચીજવસ્તુ ઓની તથા ભાવની માહિતી મેળવવા અહી ક્લીક કરો.

મારી વાજબી ભાવની દુકાનમાંથી પુરતો જથ્‍થો મળતો નથી અને દુકાનદારની ગેરવર્તણુંક અંગે ફરિયાદ કરવી છે, તો મારે શું કરવું?

વાજબી ભાવની દુકાનમાંથી પુરતો જથ્‍થો મળતો ન હોય અને દુકાનદારની ગેરવર્તણુંક અંગે ફરિયાદ કરવા માટે

 • આપની નજીકની ઝોનલ ઓફીસ અથવા મામલતદારની કચેરીમાં રજુઆત કરો, જેની સંપર્ક માહિતી માટે જીલ્લો તથા તાલુકો પસંદ કરો.
  જીલ્લો *
  ઝોન/તાલુકો *
 • વેબસાઈટની મદદથી ઓનલાઈન કંમ્પ્લેન રજીસ્ટર કરી શકાસે જેના માટે અહીં ક્લીક કરો.
 • વિભાગના ટોલ ફ્રી નંબર (૧૮૦૦-૨૩૩-૫૫૦૦) પરથી પણ જરુરી મદદ મેળવી શકાશે.

આ માસનું અનાજ મારી નજીકના વિસ્તારમાં આવેલ વ્યાજબી ભાવની દુકાન સિવાય કોઈ અન્ય વિસ્તારમાં આવેલ દુકાન માથી અનાજ લેવું છે. શું એ શક્ય છે.?

ના, હાલ આપનું રેશનકાર્ડ જે વ્યાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ હોય ત્યાંથી જ આપને મળી શકશે. પણ ટુંક જ સમયમાં સરકારની નવી યોજના પ્રમાણે બારકોડેડ રેશનકાર્ડ ધારક તેની પસંદગીની કોઈ પણ વ્યાજબી ભાવની દુકાન પરથી જથ્થો મેળવી શકશે.

મારા નજીકના વિસ્તારમાં આવેલ વાજબી ભાવની દુકાનના સંચાલક કોણ છે તે જાણવું છે.

તમારા નજીકના વિસ્તારમાં આવેલ વાજબી ભાવની દુકાનના સંચાલક ની માહિતી માટે અહીં ક્લીક કરો.

વાજબી ભાવની દુકાનમાં દર મહિને કઈ તારીખ સુધીમાં માલ આવી જાય છે. અને ગ્રાહકને ક્યારથી મળી શકે?

સસ્તા અનાજની દુકાનના સમય પ્રમાણે સવારના ૦૮:૩૦ થી સાંજના ૦૭:૩૦ સુધી સમગ્ર માસ દરમ્યાન, જાહેર રજા સિવાય જરુરીયાત મુજબનો જથ્થો મેળવી શકાસે.

ફરીયાદ કરવા માટે કયા કયા પુરાવાની જરુરીયાત રહેશે?

ફરિયાદ કરવા ફક્ત ફરિયાદીનું નામ, સરનામું, રેશન કાર્ડ નંબર તથા ફરિયાદીના રેશન કાર્ડની સાથે જોડાયેલ વ્યાજબી ભાવની દુકાનની વિગતની જરુરીયાત રહેશે.

મારી વાજબી ભાવની દુકાનનો સંચાલક મારી સાથે ગેરવર્તણુક કરે છે તો મારે કોને ફરીયાદ કરવી?

વાજબી ભાવની દુકાનનો સંચાલક ગેરવર્તણુક કરતો હોય તો ફરીયાદ કરવા માટે

 • આપની નજીકની ઝોનલ ઓફીસ અથવા મામલતદારની કચેરીમાં રજુઆત કરો, જેની સંપર્ક માહિતી માટે જીલ્લો તથા તાલુકો પસંદ કરો.
  જીલ્લો *
  ઝોન/તાલુકો *
 • વેબસાઈટની મદદથી ઓનલાઈન કંમ્પ્લેન રજીસ્ટર કરી શકાસે જેના માટે અહીં ક્લીક કરો.
 • વિભાગના ટોલ ફ્રી નંબર (૧૮૦૦-૨૩૩-૫૫૦૦) પરથી પણ જરુરી મદદ મેળવી શકાશે.

મારી વાજબી ભાવની દુકાનદારને કેટલા રેશનકાર્ડને અનાજ આપવાની જવાબદારી આપેલ છે?

તમારા વાજબી ભાવની દુકાનદારને કેટલા રેશનકાર્ડને અનાજ આપવાની જવાબદારી છે તેની માહિતી માટે અહીં ક્લીક કરો

મારી વાજબી ભાવની દુકાનદારે કેટલો માલ કયા દિવસે લીધો?

મારી વાજબી ભાવની દુકાનદારે કેટલો માલ કયા દિવસે લીધો તેની માહિતી માટે અહીં ક્લીક કરો

વાજબી ભાવ ની દુકાનધારક માટે

મારે વાજબી ભાવની દુકાન ખોલવી છે તો મારે શું કરવું?

આપને વાજબી ભાવની દુકાન માટેનાં જાહેરનામાંની ખબર અપના સ્થાનીક શહેરના અખબારમાં આવે ત્યારે આપ વાજબી ભાવની દુકાન માટે અરજી કરી શકો છો.

હાલ કેટલી વાજબી ભાવની દુકાનો કાર્યરત છે?

કુલ વાજબી ભાવની દુકાનની વિગત જીલ્લા તથા તાલુકાવાર મેળવવા માટે અહિં ક્લીક કરો.

હું વાજબી ભાવની દુકાનનો સંચાલક છું, મને ગોડાઉન માંથી સમય સર જથ્થો મળતો નથી, તો મારે ક્યાં ફરીયાદ કરવી?

વાજબી ભાવની દુકાન ને ગોડાઉન માંથી સમય સર જથ્થો મળતો ન હોય તો ફરિયાદ કરવા માટે

 • આપની નજીકની ઝોનલ ઓફીસ અથવા મામલતદારની કચેરીમાં રજુઆત કરો, જેની સંપર્ક માહિતી માટે જીલ્લો તથા તાલુકો પસંદ કરો.
  જીલ્લો *
  ઝોન/તાલુકો *
 • વેબસાઈટની મદદથી ઓનલાઈન કંમ્પ્લેન રજીસ્ટર કરી શકાસે જેના માટે અહીં ક્લીક કરો.
 • વિભાગના ટોલ ફ્રી નંબર (૧૮૦૦-૨૩૩-૫૫૦૦) પરથી પણ જરુરી મદદ મેળવી શકાશે.

મારી વાજબી ભાવની દુકાનને મામલતદારે કેટલી પરમીટ આપી છે?

મામલતદારે આપેલી પરમીટની ચકાસણી કરવા અહીં ક્લીક કરો

હું વાજબી ભાવની દુકાનનો સંચાલક છું, મારે જાણવું છે કે હાલ કયા ગોડાઉનમાં કેટલો જથ્થો હાજરમાં છે?

હાલ કયા ગોડાઉનમાં કેટલો જથ્થો હાજરમાં છે તેની માહિતી માટે અહીં ક્લીક કરો

મુખ્ય લિંક પર જાઓ