જાહેર વિતરણ વ્યવસ્થા નું અસરકારક સંચાલન
Read FAQRegister Complaintઅન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન : ૧૮૦૦-૨૩૩-૫૫૦૦

કેરોસીન ડોર સ્‍ટેપ ડીલીવરી

રાજ્ય સરકારશ્રીની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કેરોસીનના ડીલરો માસના પ્રથમ દિવસથી જ કેરોસીનના જથ્‍થાનો ઓઇલ કંપનીઓ ખાતેથી ઉપાડ કરી કેરોસીનના છૂટક વિક્રેતાઓ, ફેરીયાઓ તથા વ્‍યાજબી ભાવના દુકાનદારોને તેઓના ધંધાના સ્‍થળે (ડોર સ્‍ટેપ) કેરોસીનની ડીલીવરી કરે છે.

આ બાબતમાં પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કેરોસીન ડીલરો કઇ તારીખે કેટલો જથ્‍થો કેરોસીનના છૂટક વિક્રેતાઓ, ફેરીયાઓ તથા વ્‍યાજબી ભાવના દુકાનદારોને તેઓના વેપાર સ્‍થળે પહોંચાડશે તે માટે એડવાન્‍સ પ્‍લાનીંગ કરી તેનો રૂટ નક્કી કરી તેની સ્‍થાનિક મામલતદારશ્રીને જાણ કરે છે. ત્‍યારબાદ કેરોસીન છૂટક વિક્રેતાઓ, ફેરીયાઓ તથા વ્‍યાજબી ભાવના દુકાનદારોને તેઓના વેપાર સ્‍થળે કેરોસીનનો જથ્‍થો ગ્રામ્‍ય વિજીલન્‍સ કમિટિના સભ્‍યોની હાજરીમાં પહોંચતો કરે છે.

ગ્રાહકોને સમયસર અને પુરતો જથ્‍થો મળી રહે તે માટે વિજીલન્‍સ કમિટીઓએ મોનીટરીંગ રાખવાનું રહે છે.

ડોરસ્ટેપ ડીલીવરી નું જાહેરનામું

મુખ્ય લિંક પર જાઓ