જાહેર વિતરણ વ્યવસ્થા નું અસરકારક સંચાલન
Read FAQRegister Complaintઅન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન : ૧૮૦૦-૨૩૩-૫૫૦૦

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫

આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ-૧૯૫૫ની મુખ્ય જોગવાઇઓ

  • લોકોના હિતમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદન, પુરવઠા અને વહેંચણી ઉપર તેમજ તેના વેપાર અને વાણિજ્ય ઉપર નિયંત્રણ મુકવા માટે જોગવાઇ કરવા બાબતનો કેન્દ્ર સરકારે અધિનિયમ બહાર પાડેલ છે. જે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તરીકે ઓળખાય છે.
  • આ અધિનિયમ હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ તરીકે ૬૫ વસ્તુઓ જાહેર કરેલ છે.
  • કોઇપણ આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન, પુરવઠા, વહેંચણી વિગેરે ઉપર નિયંત્રણ મુકવા હુકમો બહાર પાડવાની સત્તા કેન્દ્ર સરકારને છે. કેન્દ્ર રાજ્ય સરકારને સત્તા આપી શકે છે.
  • કોઇપણ હુકમથી નિયંત્રિત કરેલ ચીજવસ્તુઓ સતાધિકારી દ્વારા કબજે લેવામાં આવેલ હોય તેવી ચીજવસ્તુ, વાહન કે પેકેજ વિગેરે રાજ્યસાત કરવાની સત્તાઓ કલેક્ટરશ્રીઓને આપવામાં આવેલ છે.
  • કોઇપણ કબજે કરેલ ચીજવસ્તુઓ રાજ્યસાત કરતાં પહેલાં સંબંધિત વ્યક્તિ, વિક્રેતાને કારણદર્શક નોટીસ આપી સુનાવણી કરવી આવશ્યક છે.
  • કલેક્ટરશ્રીએ કરેલ હુકમથી નારાજ થયેલ વ્યક્તિ કે વિક્રેતા રાજ્ય સરકારે નિયુક્ત કરેલ સતાધિકારીને અપીલ કરી શકે છે.
  • આ અધિનિયમની હેઠળ બહાર પાડેલા કોઇ હુકમના ઉલ્લંઘન બદલ ફોજદારી કાર્યવાહી પણ થઇ શકે છે. જેમાં ૧ વર્ષ સુધીની અથવા ઓછમાં ઓછી ૩ માસ અને વધુમાં વધુ ૭ વર્ષ સુધીની કેદની સજા અને દંડ પણ થઇ શકે છે.
  • રાજ્ય સેવકો ઉપર સંબંધિત સરકારની પૂર્વ મંજૂરી સિવાય કહેવાતા ગુનાની વિચારણા કરી શકાય નહીં.
ક્રમવિગતડાઉનલોડ
આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫PDF file that opens in a new window (1.21 MB)
મુખ્ય લિંક પર જાઓ